
મહીસાગર,વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જીલ્લા 6 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે, આ યાત્રાનો રથ લુણાવાડા તાલુકાના રાણપુર ગામે પહોંચતાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકિય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. જયારે રાણપુર પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓનું બહુમાન કર્યું હતું. વધુમાં તેમણે યાત્રાના કાર્યક્રમના સ્થળ ઉપર ઉભા કરવામાં આવેલ યોજનાકિય પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ જાણકારી મેળવી કોઈપણ લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભ લેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત મિશન મંગલમ, પીએમજય યોજનાના લાભાર્થીએ પોતાને મળેલા લાભની વાત કરી હતી. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ યોજનાની માહિતી આપતી ભવાઈ તેમજ રથની સ્ક્રીન પર ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, અગ્રણીઓ અરવિંદભાઈ બારિયા, રામાભાઈ, ભગાભાઈ, બળવંતભાઈ, જયંતીભાઈ પટેલ તલાટી કમ મંત્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.