રણોત્સવની મુલાકાત લેતા રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ : સ્કૂલના બાળકો સાથે કરી ચર્ચા

ભુજ,

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતો અને વિશ્ર્વના દરેક પ્રવાસીઓને આકર્ષતો સફેદ રણમાં યોજાતો રણોત્સવ ચાલી રહ્યો છે અને દર વર્ષે અનેક અધિકારીઓ તેમજ સેલિબ્રિટી સહિતના પ્રવાસીઓનેઆ રણોત્સવ માં આવે છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પણ પરિવાર સાથે રણની મુલાકાતે આવ્યા હતા.સરહદી જિલ્લા કચ્છના વિશ્ર્વ વિખ્યાત સફેદ રણમાં . ૪ મહિના ચાલતા આ રણોત્સવમાં દર વર્ષે ભારતના જુદાં જુદાં રાજ્યોના તેમજ વિશ્ર્વના ખૂણે ખૂણેથી અનેક લોકો અને મોટા મોટા અધિકારીઓ કુદરતનો અદભૂત નજારો જોવા ઉમટતા હોય છે.

રણોત્સવમાં રિઝર્વ બેક્ધ ઓફ ઇન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે મુલાકાત લીધી હતી અને ધોરડો ગામના સરપંચ અને અન્ય ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. તેમના આગમનથી ધોરડોના સરપંચ મિયા હુસેન અને ગામના અગ્રણીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ધોરડો ગામના સ્થાનિક સોહેબ મુત્વાએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેક્ધ ઓફ ઈન્ડિયાના ગવર્નર શકતિકાંત દાસે પરિવાર સાથે પહેલા ધોરડો ગામની મુલાકાત લીધી હતી. ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું તો ત્યાર બાદ ગામની શાળાના બાળકો સાથે મુલાકાત કરીને બાળકોને અભ્યાસ પર ધ્યાન આપી આગળ આવી .