રાંદેર પોલીસે ૯૦ કિલો નકલી ઘી ઝડપ્યુ, મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ

સુરત, રાજ્યમાં નકલી ખાદ્યપદાર્થ અવારનવાર ઝડપાતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના રાંદેર પોલીસે ૯૦ કિલો નકલી ઘી ઝડપ્યું છે. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા. પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

બીજી તરફ આજે સુરતમાંથી જ નકલી પનીરનો પણ જથ્થો ઝડપાયો છે. સુરતના પાંડેસરામાંથી પનીરનો ઝડપાયો છે. એક આઇસરમાંથી ૨૩૦ કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયું છે. ભિવંડીથી વલસાડ અને સુરતમાં આ શંકાસ્પદ પનીર લાવવામાં આવતું હતું. જેને હોટેલ અને રેસ્ટોરેન્ટમાં વેચવામાં આવતું હતું.