રાંચી, ભારતે ઈંગ્લેન્ડને રાંચી ટેસ્ટમાં ૫ વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝ પર કબ્જો કર્યો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને ૫ વિકેટ પડી ચૂકી હતી. ત્યારે શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ શાનદાર પાર્ટનરશીપ કરી ભારતને જીત અપાવી છે.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટ મેચમાં ૫ વિકેટથી જીત મેળવી લીધી છે. ૧૯૨ રનનો ટાર્ગેટ ભારતીય ટીમે ચોથા દિવસે ટી બ્રેક પહેલા પૂર્ણ કરી લીધો છે. શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ ૩૯ રન બનાવી અણનમ રહ્યા હતા.
ભારતીય ટીમે ૫ મેચની ટેસ્ટ સીરિઝમાં ૩-૧થી લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની ૫મી અને છેલ્લી મેચ ૭ માર્ચથી ધર્મશાળામાં શરુ થશે.ધ્રુવ જુરેલની ઈનિંગ્સના કારણે જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પડકાર ફેંકવાની સ્થિતિમાં આવી હતી.
ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને વખત તેણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાૃર લાવ્યો હતો. પહેલી ઈનિગ્સમાં ધ્રુવે ૧૪૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ સિક્સ ફટકારી ૯૦ રન બનાવ્યા હતા.
યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ રાંચી ટેસ્ટમાં ભારતની જીતનો હિરો રહ્યો હતો. તેમણે બંન્ને ઈનિગ્સમાં ભારત માટે સંકટમોચક રહ્યો હતો.