રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધીના સિતારાઓને હોળી પસંદ નથી ?

મુંબઇ, હિંદુ ધર્મના પ્રસિદ્ધ તહેવારો પૈકી એક’હોળી’નું ખુબ મહત્વ છે. હોળી ૨૫મી માર્ચે છે. કેટલાક ફિલ્મ સ્ટાર્સને હોળીનો પર્વ ગમે તો છે પણ તેમને રંગો સાથે ધૂળેટી રમવાનું પસંદ નથી. તેની પાછળ કેટલાક કારણો છે.અભિનેતા ટાઈગર શ્રોફ પ્રકૃતિ પ્રેમી છે. ત્યારે નેચરને નુક્સાન પહોંચાડનારા કેમિકલયુક્ત રંગો સામે સમસ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ટાઇગર શ્રોફે ઘણા વર્ષોથી ધૂળેટી રમી નથી.

રણબીર કપૂર રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં ’બલમ પિચકારી’ના શૂટિંગ દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.તમે રણવીર સિંહને ઘણી ફિલ્મોમાં હોળી રમતા જોયા હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ હોળી રમતા નથી. રિપોર્ટ્સ અનુસાર, રણવીર હોળી રમ્યા પછી કલરને કાઢવાથી ડરે છે.જોન અબ્રાહમને પણ હોળી બિલકુલ પસંદ નથી. બધા જાણે છે કે જોન પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે અને તેને લાગે છે કે હોળીના રંગો પ્રકૃતિની સુંદરતાને ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત આ દિવસે પાણીનો પણ ઘણો બગાડ થાય છે. તેઓ આમાં સામેલ થવા માંગતા નથી.

અભિનેત્રી તાપસી પન્નુને પણ હોળી રમવાનું પસંદ નથી. તેનું માનવું છે કે એકવાર ત્વચા પર રંગ લાગી ગયા પછી તેને કાઢવો મુશ્કેલ છે અને તેનાથી બળતરા થાય છે.અભિનેત્રી શ્રુતિ હાસનને હોળી પર રંગો સાથે રમવાનું પસંદ નથી. અહેવાલો અનુસાર, શ્રુતિએ એકવાર કહ્યું હતું કે, ’તેને હોળી પર પાણીનો બગાડ પસંદ નથી. ખાસ કરીને પ્રકૃતિને પણ નુક્સાન થાય છે, જે યોગ્ય નથી’.ક્રિતિ સેનન પોતાની સ્કિનને લઈને ખૂબ જ સભાન છે. તેણીએ જણાવ્યું હતું કે, તે બાળપણમાં હોળી રમતી હતી પરંતુ બાદમાં તેણે રંગોથી દૂર રહેવું પડ્યું હતું. તેણી જે ક્ષેત્રમાં છે, તેની ત્વચાને સ્વસ્થ રાખવી મહત્વપૂર્ણ છે અને તે રાસાયણિક રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે.