
બોલિવૂડનું સૌથી ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. હાલમાં રણબીર કપૂરની ફૂટબોલ ટીમ ’મુંબઈ સિટી એફસી’ સોમવારે મુંબઈ ફૂટબોલ એરેનામાં જીત મેળવીને ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ફાઇનલમાં પહોંચી. તેણે સેમિફાઇનલના બીજા તબક્કામાં એફસી ગોવા સામે જીત મેળવી હતી. આ જીતની ઉજવણી કરવા માટે રણબીર તેની પત્ની આલિયા સાથે મેચ બાદ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.
એક વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટેડિયમમાં પોતાની ટીમની જીતની ઉજવણી કરતા જોવા મળે છે. બંનેએ મેદાનમાં આવીને હાથ હલાવી અને ભીડનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન રણબીર કપૂર સફેદ-ગ્રે ટી-શર્ટ અને મેચિંગ જોગર્સમાં જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ પટ્ટાવાળી શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. આ સાથે અભિનેત્રી કેપ પહેરીને કૂલ લુકમાં જોવા મળી હતી. રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર છેલ્લે ’એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું પાત્ર એકદમ સ્ફોટક છે. રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સાથે અભિનેતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે અભિનેતા ’રામાયણ’માં રામની ભૂમિકા ભજવશે અને તે તેની તૈયારીમાં વ્યસ્ત છે.
ટી -૨૦ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, રોહિત શર્માની કપ્તાનીમાં વર્લ્ડ કપ રમશે
નિર્દેશક નિતેશ તિવારીની ’રામાયણ’માં રણબીર કપૂર અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. દ્ભય્હ્લ સ્ટાર યશ તેમાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળશે. અહેવાલો છે કે આ ફિલ્મમાં બોબી દેઓલ અને વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ પણ જોવા મળી શકે છે. આ સિવાય રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલની સિક્વલ ’એનિમલ પાર્ક’માં ડબલ રોલમાં જોવા મળશે. તે અબરારના નાના ભાઈ અઝીઝ અને રણવિજયના રોલમાં જોવા મળશે. આલિયાની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ’જીગરા’ છે. તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’લવ એન્ડ વોર’નો પણ એક ભાગ છે. તે ’બ્રહ્મા ૨’માં પણ જોવા મળશે.