ઇસ્લામાબાદ, મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવા જઈ રહ્યો છે. પાકિસ્તાનમાં શાકભાજી, દૂધ, ખાંડ, ખાદ્યતેલ, ઘી, માંસ, ઈંડા અને કઠોળના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. હવે રમઝાન માટે, પાકિસ્તાનના લોકો આવશ્યક ચીજવસ્તુઓમાં વધારા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.કેટલાક ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ ઝડપથી પૈસા કમાવવાના પ્રયાસને કારણે દેશભરમાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે.
જેના કારણે ઓછી અને મયમ આવક ધરાવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રમઝાન મહિનામાં ફરી એકવાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં સામાન્ય રીતે ૩૧.૫ ટકાનો વધારો થયો છે અને રમઝાન પહેલા પણ ઘણી ખાદ્ય ચીજોના ભાવમાં ૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
રમઝાનના કારણે પાકિસ્તાનમાં ડુંગળીની કિંમત ૧૫૦ રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) થી વધીને ૩૦૦ રૂપિયા થઈ ગઈ છે. જો કે, કેટલાક વિક્રેતાઓ તેને પીકેઆર ૨૫૦ પ્રતિ કિલોના ભાવે મામૂલી ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યાં છે. આ ઉપરાંત ફળ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. બટાકાની કિંમત ૫૦ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા થઈ ગઈ છે.
કોબીજના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. રમઝાનને કારણે કોબીના ભાવ ૮૦-૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૧૫૦ રૂપિયા થઈ ગયા છે. લીલું મરચું અહીં ૨૦૦ પીકેઆરને બદલે ૩૨૦ પીકેઆર પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. કેપ્સિકમ પીકેઆર ૪૦૦ પ્રતિ કિલોના ભાવે પણ ઉપલબ્ધ છે. જોકે પલકની કિંમતમાં કોઈ વધારો થયો નથી.
રમઝાન મહિનામાં ફળોનું વેચાણ વધી જાય છે. નાના કદના કેળાની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ ડઝનથી વધીને ૧૨૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સારી ગુણવત્તાના મોટા કેળા પ્રતિ ડઝન રૂપિયા ૨૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે. સેવની કિંમત પણ વધીને ૨૦૦ પીકેઆર થઈ ગઈ છે. તરબૂચની કિંમત પણ વધીને ૧૫૦-૨૦૦ રૂપિયા થઈ ગઈ છે.