રામોલમાં ભર ઊંઘમાં સુતેલી પત્નીની પતિએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

અમદાવાદ, અમદાવાદના રામોલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પત્ની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને પતિ ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રામોલમાં શાલીમારની ચાલીમાં રહેતા મોહમ્મદ એહઝાદ ખાન રીક્ષા ચલાવે છે. મોહમ્મદ એહઝાદ ખાનના લગ્ન કુરેશા બાનુ સાથે થયા હતા. પત્ની રાત્રે ઉંઘતી હતી તે દરમિયાન પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની પત્નીની હત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

મૃતક કેશરબાનુના ભાઈ અફતાર અહેમદ અબ્દુલસતારએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, કેશરબાનુના અહેજાઝ અકબરઅલી ખાન સાથે ૧૫ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને ચાર સંતાન છે અને છેલ્લા બે વર્ષથી શાલીમારની ચાલીમાં રહેવા માટે આવ્યા હતા. અહેજાઝ નાની-નાની વાતમાં કેશરબાનુ સાથે બોલાચાલી અને મારઝૂડ કરતો હતો. આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ બાજુમાં રહેતા યુવકે અફતારને જણાવ્યું હતું કે, તમારા બહેન કેશરબાનુને કંઇક થઇ ગયું છે અને ઘરમાં લોહીલુહાણ હાલતમાં છે.

શહેરના પોશ વિસ્તાર ગણાતા આનંદનગરમાં આવેલા શેલ પેટ્રોલ પંપ પર કેટલાક શખ્સો દ્વારા બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે, પોલીસની સતર્કતાને કારણે ગણતરીના સમયમાં જ ૪ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.