રામનવમી | રામનવમી કાર્યક્રમમાં ઈન્દોરમાં મોટી દુર્ઘટના: 25થી વધુ લોકો મંદિરના કૂવામાં દબાયા.

  • રામનવમીના દિવસે ઈન્દોરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર 
  • શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી
  • 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા

રામનવમીના દિવસે ઈન્દોર થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક, ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 

મધ્યપ્રદેશના ઈન્દોર સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૂવા નજીકનાઅ પગથિયાં ધરાશાઈ થતાં 25થી વધુ લોકો ત્યાં કૂવામાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. 

મહત્વનું છે કે, કેટલાક લોકોને કોઈક રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ જે લોકો પડી ગયા હતા તેમના સંબંધીઓ અસ્વસ્થ છે. અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર વહીવટી સ્ટાફ અને વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. આ સાથે પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે.  હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ કૂવામાં પડ્યા છે તેમની શું હાલત છે. તેમને દોરડા વડે બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.