
દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લાનાં મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
દાહોદ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂતના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે રામનવમી પર્વ નિમિતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પર્વ નિમિતે ચુંટણી સાથે જોડાયેલા અધિકારી ઓ અને કર્મચારી ઓ દ્વારા મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ચૂંટણી લોકશાહી વ્યવસ્થાનું અતિ મહત્વનું અંગ હોય, મતદારો જ લોકશાહીને જીવંત રાખે છે. દેશનો દરેક મતદાર લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે વિસ્તૃત માહિતી આપી પરિવાર સાથે અવશ્ય મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં, રામનવમી પર્વ નિમિતે મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં મતદાર જાગૃતિ અંગેના બેનરો તથા પોસ્ટરો લગાવી મત આપવા માટે સહી ઝુંબેશ, સેલ્ફી સ્ટેન્ડ સાથે મતદારોને જાગૃત કરવામાં આવ્યા મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવી આગામી ચૂંટણીમાં સહપરિવાર અવશ્ય મતદાન કરવા સંદેશો આપવામાં આવ્યો હતો.