
રામ મંદિરના નિર્માણ અને ખાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા પછીની ઉજવણીના કારણે અયોધ્યા શહેરનો રંગ બદલાઈ ગયો છે. હવે અયોધ્યા માં નેશનલ સિક્યુરિટી ગાર્ડ સેન્ટર બનાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. આ અંગેની ફાઇલ ગૃહ મંત્રાલયમાં આગળ વધી છે.
માહિતી અનુસાર, સરકાર ડીઆઇજી અને આઇજી રેક્ધના અધિકારીઓના નેતૃત્વમાં અયોધ્યા માં એનએસજી સેન્ટર બનાવવાની યોજના બનાવી રહી છે. આ દ્ગજીય્ કેન્દ્રમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એન્ટી સેબોટેજ ટીમ, એન્ટી હાઇજેકિંગ ટીમ, ક્વિક એક્શન ટીમ,કે૯ ડોગ સ્કવોડ સહિત તમામ આધુનિક સાધનો હાજર રહેશે.
વાસ્તવમાં અયોધ્યા પહેલાથી જ ઘણી સંવેદનશીલ રહી છે. અહીં પહેલા પણ આતંકવાદી હુમલા થયા છે પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને કારણે આતંકવાદીઓના મનસૂબા સફળ થઈ શક્યા નથી. રામ મંદિરના નિર્માણ બાદ રામભક્તોની ભીડને જોતા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હવે કેન્દ્ર અયોધ્યા માં એનએસજી કેન્દ્ર સ્થાપવાની યોજના ધરાવે છે.
એનએસજીની રચના આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૪માં કેન્દ્રીય કેબિનેટે એનએસજીની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે ૧૯૮૬માં સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તેને ૨૨ સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. તે દિવસથી એનએસજી ઔપચારિક રીતે અસ્તિત્વમાં આવ્યું