રામ મંદિરમાં દર મહિને કરોડોનો દાન પ્રવાહ, રોકડ ગણવા હાઇટેક મશીનો લગાવાઇ

અયોધ્યા: અત્રે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરમાં સતત દાનનો પ્રવાહ વધી રહ્યો છે. દર મહિને કરોડો રૂપિયાનું દાન થાય છે ત્યારે નોટોની ગણતરી માટે મંદિરમાં હાઇટેક મશીન લગાવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ કાર્યાલય ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા મુજબ મહિને દાન પેટીમાં મૂકવામાં આવતી રકમનો આંકડો ચાર કરોડે પહોંચી ગયો છે.

જે રામનવમી સુધીમાં વધી શકે છે. આ પરિસ્થિતિમાં દાનની રકમ મેન્યુઅલી ગણવામાં સમસ્યા પેદા થતી હોય તેથી રોકડ ગણવા હાઇટેક મશીનો લગાવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ આ નોટોની ગણતરી કરી ચેક કરી બેક્ધમાં જમા કરાવી દે છે. મંદિરમાં શ્રધાળુઓ પાસે દાન સ્વીકારવા માટે ૧૦ કોમ્પ્યુટરાઇઝ કાઉન્ટર બન્યા છે. આ સિવાય પણ ૬ મોટા દાનપાત્ર લગાવાયા છે.