રામાયણ કથા પારાયણ નિમિતે ગોધરા સિંધી સમાજ દ્વારા સંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યાં

ગોધરા,ગોધરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીજીની રામાયણ કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેની આજ રોજ પુર્ણાહુતીના પ્રંસંગે ગોધરા સિંધી સમાજનાં પ્રમુખ મુરલીભાઈ મુલચંદાણી અને સમાજના હોદ્દેદારો દ્વારા કથામાં ઉપસ્થિત રહી રામાયણની પવિત્ર કથાનાં શ્રવણ મૂલ્યોનું લાભ લીધેલ હતું.

આજના પૂર્ણાહૂતિ પ્રસંગે સિંધી સમાજના હોદેદારો દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી અને પૂજનીય સંસ્થાના સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી તમામ સંતોનું શાલ પહેરાવી સન્માન કરવામાં આવેલ. સાથે સાથે ઉપસ્થિત સૌ હરિ ભકત ભાઈ-બહેનોને સિંધી સમાજ તરફથી જય સ્વામિનારાયણ પાઠવેલ હતા.

ગોધરા લાડી લુહાણા સિંધી સમાજના ડો.સંતોષ જામનાની, મનુભાઈ ભગત, ખુંબચંદ. કટારીયા, જયપાલ તારાણી દિનેશ સેવાની, લલિતભાઈ મગનાની, વિષ્ણુભાઇ લાલચંદાની, મુકેશભાઈ મુલચંદાની, રાજુભાઈ લાલવાણી, રમેશભાઈ રાજાઈ, કશ્યપ મુલચંદાની વાસુદેવ ભાઈ સાવલાની, દીપક ખીમાણી સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના નવયુવાનો અને બહેનોએ સતત કથા પારાયણનો લાભ લીધેલ.