મુંબઇ, હંમેશા પોતાના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવનારી અભિનેત્રી સાક્ષી ચોપરા રિયલ લાઈફમાં પણ તેના સ્પષ્ટવક્તા વલણ માટે જાણીતી છે. તાજેતરમાં નેટલિક્સના રિયાલિટી શો ‘સોશિયલ કરન્સી’ના નિર્માતાઓને પણ સાક્ષીના સ્વભાવ અને બોલ્ડ સ્વભાવને કારણે મોટો આંચકો લાગ્યો છે.તમને જણાવી દઈએ કે, દુનિયાને રામાયણ શીખવનારા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ‘સોશિયલ કરન્સી’માં સ્પર્ધક તરીકે જોડાઈ હતી.
‘સોશિયલ કરન્સી’માં પોતાનું સોલફુલ પરફોર્મન્સ આપનારી સાક્ષી હંમેશા શોના નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. કેટલીકવાર કારમાં કે રૂમમાં ધૂમ્રપાન કરતી, અથવા તો મેર્ક્સના ઇનકાર છતાં તેના પરિવારનો સંપર્ક કરતી, વારંવારની ચેતવણી છતાં સાક્ષીએ શોના ઘણા નિયમો તોડ્યા. પાર્થ સમથાન અને લેખિકા વાગ્મિતા સિંહ આ પ્રવાસ દરમિયાન સાક્ષીના સારા મિત્રો બની ગયા.
શોના છેલ્લા તબક્કામાં સાક્ષીએ મેર્ક્સને કહ્યું હતું કે, તેના કૂતરાની તબિયત બગડવાના કારણે તે ઘરે જવા માંગે છે. તેની વાત સાંભળીને તેના સાથી સ્પર્ધકોએ સાક્ષીને સમજાવવાની કોશિશ કરી કે, તેણે થોડાં દિવસ રોકાઈ જવું જોઈએ અને ત્યાં સુધી તેની માતા તેના કૂતરાનું ધ્યાન રાખશે પરંતુ તે રાજી ન થઈ. તેણે કહ્યું હતું કે તેના કૂતરાની હૃદયની બીમારીને કારણે તેણે શો છોડવો પડશે.
જો કે, જ્યારે મેર્ક્સે સાક્ષી અને તેની માતાની ચેટ્સ બધાની સામે મૂકી ત્યારે સાક્ષીના સાથી સ્પર્ધકો ચોંકી ગયા. આ ચેટ અનુસાર સાક્ષી અને તેની માતા બંનેએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે, તેઓ મેર્ક્સ સાથે ખોટું બોલીને સાક્ષીને શોમાંથી બહાર લાવશે. જ્યારે મેર્ક્સે આ અંગે સાક્ષીને સવાલ કરવાનો પ્રયાસ કર્યો તો સાક્ષીએ તેમને જવાબ આપવાનું જરૂરી ન માન્યું.