- ક્તાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસીનો આરોપ છે.
નવીદિલ્હી, ક્તારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (૨૮ ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે ક્તારની કોર્ટનો સંપર્ક કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો.
વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યુ હતું કે, “વિગતવાર આદેશના નકલની રાહ જોવાઈ રહી છે.” અમારી લીગલ ટીમ આગામી પગલા અંગે આઠ ભારતીયોના પરિવારના સતત સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા. આગામી સમયમાં જરૂરી કાનૂની કાર્યવાહીમાં તેમના પરિવાર સાથે મંત્રાલય સતત સંપર્કમાં રહેશે મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં.
ક્તાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસીનો આરોપ છે. જોકે સત્તાવાર રીતે ક્તારે આરોપો અંગે કંઈ કહ્યું નથી. ક્તાર કોર્ટે તેને આરોપને પગલે ફાંસીની સજા આપી હતી જે બાદ ભારતે હસ્તક્ષેપ કર્યો હતો. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર સહિતના જવાનોનો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં ક્તારની એક કોર્ટે કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલા આઠ પૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને ફાંસીની સજા સંભળાવી હતી. દોહા સ્થિત દહરા ગ્લોબલના તમામ કર્મચારીઓ, ભારતીય નાગરિકોને ઓગસ્ટ ૨૦૨૨માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગયા મહિને ભારતે ક્તાર સ્થિત એપેલેટ કોર્ટમાં ફાંસીની સજા વિરુદ્ધ અરજી કરી હતી.
મંત્રાલયે કહ્યું કે ક્તારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ આજે અપીલ કોર્ટમાં તેમના પરિવારના સભ્યો સાથે હાજર હતા. કેસની શરૂઆતથી અમે તેમની સાથે ઉભા છીએ. અમે બધા તેમને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. એમ પણ કહ્યું કે આ મામલો ક્તારના સત્તાવાળાઓ સાથે ઉઠાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે હજુ વિગતવાર નિર્ણયની રાહ જોવાઈ રહી છે. આ કેસમાં કાર્યવાહી ગોપનીય અને સંવેદનશીલ હોવાને કારણે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. અમે આગળના પગલાઓ પર નિર્ણય લેવા માટે કાયદાકીય ટીમ સાથે પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છીએ.
આ મામલો સૌપ્રથમ ૩૦ ઓગસ્ટે પ્રકાશમાં આવ્યો જ્યારે ક્તારની ગુપ્તચર સંસ્થા ’નેશનલ સિક્યુરિટી બ્યુરો’એ આઠ પૂર્વ નૌસેના અધિકારીઓની ધરપકડ કરી. તેમને કોઈ આરોપ વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને એકાંત કેદમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેના પર જાસૂસીનો આરોપ છે. જે બાદ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ક્તારની ફર્સ્ટ ઈન્સ્ટન્સ કોર્ટ દ્વારા મૃત્યુદંડનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, નિવૃત્તિ પછી, આ તમામ ખલાસીઓ ક્તારની ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરતા હતા. આ કંપની ક્તારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. કંપની પોતાને ક્તાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે.ક્તારની એપેલેટ કોર્ટે દહરા ગ્લોબલ કેસમાં ૮ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓની મૃત્યુદંડ પર રોક લગાવી છે. આને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવે છે. ગુરુવારે ક્તારની અપીલ કોર્ટમાં સુનાવણી બાદ આ નિર્ણય સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે સતર્ક પ્રતિક્રિયા આપતા આ નિર્ણયને આવકાર્યો છે. તેમજ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિર્ણય પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
ભૂ-રાજકીય નિષ્ણાતોના મતે, કટ્ટરપંથી માટે જાણીતા ક્તારનો સ્વર આટલો જ ઓછો થયો નથી. આ માટે બેક ચેનલ ડિપ્લોમસી ઘણા મહિનાઓથી કામ કરી રહી હતી. જાસૂસી કેસમાં ૮ ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજાના સમાચાર બહાર આવતા જ ભારત સરકાર સક્રિય થઈ ગઈ હતી. સરકારે પહેલા પીડિત પરિવારો સાથે વાત કરી અને યોગ્ય કાર્યવાહીનું આશ્વાશન આપ્યું. તેમજ ક્તાર સરકાર પણ કોઈ અવાજ ઉઠાવ્યા વગર આ મામલામાં લાગી ગઈ હતી.
ક્તાર સ્થિત ભારતીય દૂતાવાસ અને તત્કાલીન વિદેશ મંત્રી ડો.જયશંકર દ્વારા ક્તારને આ મામલે ઉતાવળ ન કરવા સમજાવવામાં આવ્યું હતું. ક્તાર સરકારને માત્ર બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોના મહત્વથી વાકેફ કરવામાં આવ્યું ન હતું, પરંતુ જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો ભારત સાથેના તેના સંબંધો કાયમ માટે બગડવાના જોખમથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. ભારતની આ મુત્સદ્દીગીરી, ધીરજ અને સમજદારી સાથે હાથ ધરવામાં આવી રહી હતી, તેણે ધીમે ધીમે તેનું કામ કર્યું.
ઈશારાઓ દ્વારા તેણે ક્તારને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પર ભારતીય જનતામાં શું પ્રતિક્રિયા છે અને આ મામલે ભારત તેની પાસેથી શું ઈચ્છે છે. સરકારના ઉચ્ચ કક્ષાએ લેવામાં આવેલો આ ભારતનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હતો, જે એકદમ પરફેક્ટ લાગતો હતો. ભારતે ક્તારને આ નિર્ણયના અમલીકરણ સામેના મોટા જોખમો વિશે ખૂબ જ ગંભીરતાથી સમજાવ્યું હતું, જેના કારણે ક્તાર સરકારે પણ આ મામલાની ગંભીરતા સમજી હતી. તેનું પરિણામ ગુરુવારે ક્તારની અપીલ કોર્ટના નિર્ણયમાં પણ જોવા મળ્યું હતું. અને તે મૃત્યુદંડના નિર્ણયને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો.એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક મહિના ભારતીય રાજદ્વારી નિષ્ણાતો માટે પડકારજનક રહેશે. ક્તાર સરકાર સાથે સતત જોડાણ જાળવી રાખવાની સાથે તેણે ત્યાંની કોર્ટમાં પોતાની કાનૂની ટીમને મજબૂત કરવી પડશે. જો કે, ક્તારના વર્તમાન વલણને જોતા, એવું માનવામાં આવે છે કે તે પણ આ વિવાદને આગળ લઈ જવા માંગશે નહીં અને આ મુદ્દાનો સન્માનજનક ઉકેલ શોધી કાઢશે. જેથી કરીને સ્વાભિમાન ગુમાવ્યા વિના, તે ભારતના ભૂતપૂર્વ મરીનને મુક્ત કરી શકશે.
ક્તારની જેલમાં બંધ આઠ ભૂતપૂર્વ નૌસેના અધિકારીઓ ત્યાંની એક ખાનગી સંરક્ષણ પેઢીમાં કામ કરતા હતા. ક્તારની નૌકાદળને તાલીમ આપવાની સાથે, તે તેમને ઘણા હાર્ડવેર પણ સપ્લાય કરે છે. રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજમી આ કંપનીના સીઈઓ છે. ક્તાર પ્રશાસનનો આરોપ છે કે કંપનીમાં કામ કરતા આઠ ભૂતપૂર્વ ભારતીય મરીન ઇઝરાયેલને નિર્માણાધીન સબમરીનની વિશેષતાઓ વિશે માહિતી આપી હતી. નૌકાદળના તે તમામ જવાનો ગયા વર્ષે ઓગસ્ટથી ક્તારની જેલમાં છે. ક્તારે હજુ સુધી આ પૂર્વ અધિકારીઓ સામેના આરોપો અંગે માહિતી આપી નથી.