રામ શ્યામની જોડી તો ભાજપ અને ઓવૈસીને કહેવી જોઇએ.: સંજય રાઉત

મુંબઇ,

ઉદ્વવ ઠાકરેની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે અસદુદ્દીન ઓવૈસી પર પલટવાર કર્યો છે.તેમણે કહ્યું કે રામ શ્યામની જોડી તો ભાજપ અને ઓવૈસીને કહેવી જોઇએ.લોકો કહે છે કે ઓવૈસી સાહેબની પાર્ટી ભાજપની બી ટીમ છે મત કાપવાનું મશીન છે.તેમણે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યું કે તે તો ત્યાં ભાજપને જીતવાનું હોય છે ત્યાં પહોંચી જાય છે. રામ શ્યામ વાળા જુલલો તો ઓવૈસી પર જ સારૂ લાગે છે.

હકીકતમાં એઆઇએમઆઇએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુબ્રામાં રાજનીતિક પાર્ટીઓ પર નિશાન સાંયું હતું તેમણે ત્યાં એક રેલીને સંબોધિત કરતા શિવસેનાની ટીકા કરી હતી તેમણે કહ્યું કે તેઓ કહે છે કે સેકયુલરિજમ બચાવો શું શિવસેના સેકયુલર છે.ઓવૈસીએ ઉદ્વવ ઠાકરે અને એકનાથ શિંદેને રામ અને શ્યામની જોડી કહી હતી.

ઓવૈસીએ રેલીમાં રાજનીતિક પરિવારો પર પ્રહારો કર્યા હતાં તેમણે કહ્યું કે સુપ્રિયા સુલે અને અજિત પવાર નેતા બની શકે છે.આદિત્ય ઠાકરે પોતાના પિતાના કારણે નેતા બની શકે છે.દેવેન્દ્ર ફડનવીસ અને એકનાથ શિંદે નેતા બની શકે છે શું મહારાષ્ટ્રના મુસલમાન શરદ પવાર ઉદ્વવ ઠાકરે અને શિંદેની જેમ નેતા બની શકતા નથી.