રામ સેતુ સ્થળ પર દિવાલ બનાવવાની અને તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી અરજી ફગાવાઇ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે રામ સેતુ સ્થળ પર દિવાલ બનાવવા અને રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન અરજી ફગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ પીઆઈએલ પર સુનાવણી કરવા તૈયાર નથી. જો પિટિશન ઈચ્છે તો સરકાર પાસે જઈ શકે છે.

આપણે ઘણા સમયથી રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટે રામ સેતુ સ્થળ પર દિવાલ બનાવવાની અને તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે તેમણે કહ્યું કે જ્યારે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ પેન્ડિંગ છે, તો પછી આ અરજીની સુનાવણી શા માટે કરવી જોઈએ.

આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે પૂછ્યું કે બંને બાજુ દિવાલ કેવી રીતે બનાવી શકાય? તેના પર અરજદારે કહ્યું કે દિવાલ એક તરફ બનાવવી જોઈએ પરંતુ બેન્ચે કહ્યું કે તે તેની સુનાવણી નહીં કરે.

વાસ્તવમાં હિન્દુ પર્સનલ લો બોર્ડ નામના સંગઠનના પ્રમુખ અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી આ પીઆઈએલમાં એવી માગણી કરવામાં આવી હતી કે ધનુષકોડી નજીકના દરિયામાં રામ સેતુ પાસે થોડાક સો મીટર સુધી અને જો શક્ય હોય તો એક કિલોમીટર સુધી દિવાલ બનાવવાની સૂચના આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ પર્સનલ લો બોર્ડ નામની સંસ્થા પર્સનલ લો અને હિંદુઓના ધાર્મિક અધિકારોની સુરક્ષા માટે કામ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પુલ સામાન્ય રીતે શ્રી રામ સેતુ તરીકે ઓળખાય છે અને પુલના દર્શન જ મોક્ષની ખાતરી આપે છે.

વધુમાં, અરજીમાં જણાવાયું છે કે હાલની ભારત સરકાર રામ રાજ લાવવાના સિદ્ધાંત પર કામ કરી રહી હોવાનો દાવો કરે છે, જે રામ સેતુ સાઇટ પર દિવાલ બનાવીને રામ સેતુના દર્શનની વ્યવસ્થા સિવાય શક્ય નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે તો પછી આ અરજીની સુનાવણી શા માટે કરવી જોઈએ.