- હાલમાં રામ રહીમ ડેરાની ગાદી પર છે. જ્યારે તેની મુખ્ય શિષ્ય હનીપ્રીત છે.
હિસાર,
ડેરા સચ્ચા સોદાના ચીફ રામ રહીમની ધર્મની માનીતી પુત્રી હનીપ્રીતના ઈંસ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર થઈ ગયા છે. રામ રહીમ અને હનીપ્રીતે યુપીના બરનાવા આશ્રમમાં આ પ્રસંગે કેક કાપીને ઉજવણી કરી હતી. બંનેએ એક-બીજાનો હાથ પકડીને કેક કાપી હતી. રામ રહીમે પોતાના હાથે હનીપ્રીતને કેક ખવડાવી હતી અને માથા પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા હતા.
સેરેમનીમાં હનીપ્રીતે કહ્યું કે, હું કઈ રીતે આભાર વ્યક્ત કરું, શબ્દો નથી મળતા. તેણે કહ્યું કે પપ્પા, જો તમે ન મળ્યા હોત તો જિંદગી આટલી સુંદર ન હોત. પપ્પા, હું તમારી આપેલી શિક્ષાઓ પર આમ જ ચાલતી રહીશ. જ્યારે લોકો મને તમારી દીકરી કહે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. રામ રહીમે ગઈ વખતના પેરોલ દરમિયાન હનીપ્રીતને રુહદી એટલે કે રુહ દીદી નામ આપ્યું હતું.
હનીપ્રીત ડેરા ચીફ રામ રહીમની મુખ્ય શિષ્યા હોવાની સાથે સાથે તેની ધર્મની પુત્રી પણ છે. રામ રહીમે પોતાના કૌટુંબિક ઓળખ કાર્ડમાં હનીપ્રીતને પોતાની મુખ્ય શિષ્યા જાહેર કરી છે. આ દસ્તાવેજમાં તેના પરિવારના કોઈપણ સભ્યનું નામ નથી. હનીપ્રીત ડેરા સચ્ચા સૌદા મેનેજમેન્ટની ચેરપર્સન છે.રામ રહીમ જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૨માં પહેલી વખત પેરોલ પર આવ્યો હતો ત્યારે તેણે પોતાના આધાર કાર્ડથી લઈને કૌટુંબિક ઓળખપત્રમાં પિતા અને પરિવારનું નામ દૂર કરાવી દીધું હતું. પિતાના નામની આગળ પોતાના ગુરુ સતનામ સિંહનું નામ લખાવી દીધું હતું. જ્યારે પરિવાર ઓળખપત્રમાં પોતાની પત્ની અને માતાનું નામ ન લખાવીને માત્ર હનીપ્રીતનું મુખ્ય શિષ્યા તરીકે નામ લખાવી દીધું હતું.
રામ રહીમને ઓગસ્ટ ૨૦૧૭માં સાવી યૌન શોષણ અને ૨ હત્યા કેસમાં ૨૦-૨૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ૨૦૧૬માં સાવી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા દરમિયાન પંચકુલામાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ રમખાણમાં હનીપ્રીતને પણ પોલીસે પકડી લીધી હતી. હનીપ્રીત ૭ નવેમ્બર ૨૦૧૯માં અંબાલા જેલમાંથી જામીન પર બહાર આવી હતી.
રામ રહીમ જેલમાંથી ૪૦ દિવસના પેરોલ પર બહાર આવ્યો છે. ત્યારથી જ હનીપ્રીત રામ રહીમની સાથે યુપીના બરનાવા ડેરા ખાતે રહે છે. અહીં તે સત્સંગ કરી રહ્યો છે. રામ રહીમને ૧૪ મહિનામાં ચોથી વખત પેરોલ મળ્યા છે. ગયા વર્ષે પણ તે ૯૧ દિવસ જેલમાંથી બહાર રહ્યો હતો.રામ રહીમ બાદ હનીપ્રીત ડેરા સચ્ચા સોદાની સાચી વારસ માનવામાં આવી રહી છે. આવું એટલા માટે કારણ કે ડેરાની આ જ પરંપરા રહી છે. ખરેખરમાં ડેરામાં ગાદીપતિનો જે મુખ્ય શિષ્ય હોય છે, તેને ગાદી સોંપવામાં આવે છે. હાલમાં રામ રહીમ ડેરાની ગાદી પર છે. જ્યારે તેની મુખ્ય શિષ્ય હનીપ્રીત છે.
આ પહેલાં ડેરા સચ્ચા સોદાની સ્થાપના શાહ મસ્તાનાએ પોતાના ગુરુ સંત સાવન સિંહ મહારાજની આજ્ઞા લઈને ૨૯ એપ્રિલ ૧૯૪૮માં કરી હતી. શાહ મસ્તાનાના સ્વર્ગવાસ બાદ ડેરાની ગાદી તેમના મુખ્ય શિષ્ય શાહ સતનામ સિંહને મળી હતી. શાહ સતનામસિંહે ૨૭ વર્ષ સુધી સિરસા ડેરાની ગાદી સંભાળી હતી. આ જ સમયમાં ગુરમીત સિંહ તેમનો મુખ્ય શિષ્ય બન્યો. તેમણે ૨૩ સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ ડેરા સચ્ચા સૌદા ખાતે એક સમારોહમાં ગુરમીત સિંહ રામ રહીમને પોતાના અનુગામી જાહેર કરીને ગાદી સોંપી હતી.રામ રહીમ હાલના દિવસોમાં પેરાલ પર બહાર આવ્યો છે. ત્યારથી હનીપ્રીત રામ રહીમની સાથે યુપીના બાગપત ખાતેના બરનાવા ડેરામાં જ છે.