અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ગુરુવારે ત્રીજો દિવસ છે. આજે ગર્ભગૃહમાં બપોરે રામલલ્લાની મૂર્તિની સ્થાપના રામયંત્ર પર કરવામાં આવશે.
અગાઉ 17 જાન્યુઆરીએ, ગર્ભગૃહમાં સ્થાપિત થનારી 200 કિલો વજનની રામલલાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન, મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવાની હતી, પરંતુ તે ભારે હોવાને કારણે, રામલલ્લાની 10 કિલો ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી હાજર રહેશે. જ્યારે, ભારતીય હવામાન વિભાગ (IMD)એ અયોધ્યા અને આસપાસના વિસ્તારોના હવામાન વિશે માહિતી માટે એક નવું વેબપેજ બનાવ્યું છે.
મોદીએ 6 ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ, ગણેશ, હનુમાનજી, માતા શબરીની ટિકિટ સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે PMએ વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલી ટિકિટોની બુકનું પણ વિમોચન કર્યું. મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી છે. જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાનજી, જટાયુ, કેવટરાજ અને માતા શબરીની ટપાલ ટિકિટ સામેલ છે.