રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મલેકપુર ગામે શોભાયાત્રા યોજાઇ

મલેકપુર,મલેકપુરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બેન્ડવાજા તેમજ શ્રીરામ ભગવાનને બગીમાં બેસાડીને આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મલેકપુર ગામ તેમજ આજુબાજુના ગામમાં શ્રીરામ શોભાયાત્રા પ્રસંગે મલેકપુર ગામ બન્યું ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મર્યાદા પુરૂષોતમ શ્રીરામ ભગવાનના મંદિરની પૂન:પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે આખો દેશ રામમય ભક્તિથી રંગાઇ ગયો છે. મહીસાગર જીલ્લોપણ રામમય ભકતી થી રંગાઇ ગયો છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ ખાતે રામ ભક્તો દ્વારા ગામમા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મલેકપુર ગામની ગોપી મંડળની બહેનો ભાઈઓ તમામ સભ્યો તથા મલેકપુર નવયુવક મંડળના તમામ સભ્યો તેમજ ગામના સમગ્ર ગામ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. ડીજેના તાલ સાથે નિકળેલી શોભાયાત્રા જય શ્રીરામ ના નારા સાથે મલેકપુર ગામમા પટેલ ફાળિયું, બ્રાહ્મણ ફળિયું ગામ છેડા માતાના મંદિરે થઈને મલેકપુર પ્રાથમિક શાળા થઈને મલેકપુરના બજારમાં તેમજ સુપ્રસિદ્ધ મલેકપુર હનુમાનજીના મંદિરે થઈને શોભાયાત્રા પરત કરી હતી. મલેકપુર હનુમાનજીના મંદિરે શ્રીરામનો મોટો ફોટો આપી અને ત્યાં બપોરના સમય પૂજા-આરતી કરવામાં આવી હતી અને આખો મલેકપુર ગામ શ્રીરામના નારાથી ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ શોભાયાત્રામાં મહીસાગર જીલ્લાના મલેકપુર દોલતપુરા હડમતીયા શહીદ આજુબાજુના ગામોના ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. મલેકપુર ગામના ગ્રામજનો વડીલો માતાઓ અને બહેનો અને ગામના અગ્રણીઓ સમગ્ર ગ્રામજનો તથા નાના મોટા રામભક્તો જોડાયા હતા અને મલેકપુર ગામ જય શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠ્યુ હતુ.