રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે લોક્સભા ચૂંટણીનો શંખનાદ !

ભાજપે પોતાની વ્યૂહરચના અનુસાર ૨૦૨૪ લોક્સભાની ચૂંટણીમાં ’અબ કી બાર ૪૦૦ પાર’નું મિશન પાર પાડવા એડીથી ચોટી સુધીનું જોર લગાવવાની શરૃઆત કરી દીધી છે. એ વાતમાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ચૂંટણીપંચનો એક પરિપત્ર લીક થયાનો અહેવાલ વાયરલ થયો, જેમાં ચૂંટણી અધિકારીઓને ૧૯મી એપ્રિલથી લોક્સભાની ચૂંટણીઓ યોજાવાની છે એ મતલબની તૈયારી કરવા સબબ સૂચનાઓ જારી કરાઈ હતી. આ અહેવાલો સમગ્ર સોશિયલ મીડિયા જગતમાં અને રાજકીય વર્તુળોમાં વાયરલ થતાં ચૂંટણીપંચે ખુલાસો કરવાની ફરજ પડી કે, આ તારીખ માત્ર ’રેફરન્સ સંદર્ભમાં એક અંદાજિત તારીખ તરીકે મૂકવામાં આવી હતી. વિધિવત રીતે ચૂંટણીની જાહેરાત યોગ્ય સમયે ઔપચારિક ઢબે થશે.’ ત્યારે રાજકીય મોરચે ચર્ચા છે કે ૨૨મી જાન્યુઆરીએ અયોયામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપે વિધિવત રીતે ચૂંટણીની તૈયારીનો શંખનાદ ફૂંકી દીધો છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે બંધુત્વનો સંદેશો આપ્યો, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામકાજ સંપન્ન થયા બાદ રાષ્ટ્રકાજ માટે આહ્વાન કરતાં તમામ વિપક્ષોને સાણસામાં તો લીધા જ, પરંતુ સાથોસાથ સલાહ પણ આપી કે રામમંદિર નિર્માણનો વિરોધ કરતા તમામ વિરોધીઓ અને વિપક્ષોએ અયોયામાં આવીને આયાત્મિક ઊર્જાનો અનુભવ કરવો જોઈએ. રામ કોઈ સમસ્યા નથી, પરંતુ તમામ સમસ્યાઓનું સમાધાન છે. અતીતને વર્તમાન સાથે જોડતી એક શાશ્ર્વત કડી છે. ટૂંકમાં, રામ ભગવાનનું માહાત્મ્ય સમજાવતાં વડાપ્રધાન મોદીએ એક તીરથી ઘણા નિશાન સાયાં.

રામને રાષ્ટ્ર અને વિશ્ર્વ બંધુત્વની સાથે જોડીને સાગરથી સરયૂ સુધીની યાત્રા સમજાવતાં પીએમ મોદીએ કહ્યું કે, ભગવાન રામ તો ભારતનો આધાર છે, વિચાર છે, વિધાન છે, ચેતના છે, ચિન્તન છે, તો વિપક્ષોએ આ પરિપ્રેક્ષ્યને સમજવાની આવશ્યક્તા છે કે જ્ઞાાતિવાદના મુદ્દાનો વડાપ્રધાન મોદીએ છેદ ઉડાવી દીધો છે અને હિન્દુત્વની વાતને અત્યંત પ્રભાવી પુરવાર કરી છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા જ દિવસે ભાજપે ગુજરાતથી લોક્સભા ચૂંટણીનો જંગ જીતવા રણશિંગુ ફૂંકી દીધું છે. રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની નજીક જ તમામ ૨૬ લોક્સભા મતવિસ્તારમાં મયસ્થ કાર્યાલયની શરૃઆત કરી રાષ્ટ્રીય અયક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાના વિધાનનો પુનરુચ્ચાર થઈ રહ્યો છે. ભાજપ પાસે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે. રામના નામે હિન્દુત્વની મતબેક્ધ સંગઠિત થઈ ચૂકી છે. અયોયામાં રામમંદિર નિર્માણ બાદ કાશીમાં જ્ઞાાનવાપી મસ્જિદ એટલે કે શિવજી અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિનું આંદોલન ધીમી આંચે પકાવવામાં આવશે. સાથોસાથ જ્ઞાાતિવાદનાં સમીકરણોને સંતુલિત કરવા ગરીબો ઉપરાંત ક્સિાનો, મહિલાઓ અને યુવાનોને ભાજપ તરફ વધુ આકષત કરવાનો પ્રયાસ સભાનતાપૂર્વક થઈ રહ્યો છે.

સામા પક્ષે કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો ગણાતા રાહુલ ગાંધી પૂર્વોત્તરમાં મણિપુર, મેઘાલયથી માંડીને મહારાષ્ટ્ર સુધીની પદયાત્રામાં વ્યસ્ત છે અને ઇન્ડિયા ગઠબંધનના સાથીપક્ષો સાથે હજી બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાઈ રહ્યું નથી.

લોક્સભાની ચૂંટણી સામાન્ય સંજોગોમાં એપ્રિલના બીજા સપ્તાહથી માંડીને મેના ત્રીજા કે ચોથા સપ્તાહ સુધી પાંચથી સાત તબક્કામાં થાય છે. ગત લોક્સભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯માં થઈ હતી. વર્તમાન લોક્સભાનો કાર્યકાળ ૧૬ જૂન, ૨૦૨૪ના રોજ સમાપ્ત થશે. આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષની દૃષ્ટિએ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉભરી રહી છે. જ્યારે રાષ્ટ્રીય પક્ષની દૃષ્ટિએ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય સામ્યવાદી પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી અને આમ આદમી પાર્ટી એમ કુલ છ રાષ્ટ્રીય પક્ષો છે. ત્યારે આગામી ૧૭મી એપ્રિલે રામ નવમીની આસપાસ લોક્સભાની ચૂંટણી યોજાવાની ચર્ચામાં કોંગ્રેસ અને એના સાથી પક્ષો ભાજપ સામે ચૂંટણી લડવા ઇન્ડિયા સંગઠન તરીકે એક થશે કે કેમ તેની રાહ જોવી રહી.