રામ ગોપાલ વર્માની હત્યા માટે રૂ.૧ કરોડનો કોન્ટ્રાક્ટ ? ફરિયાદ નોંધાવી

મુંબઇ, જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં ફિલ્મ વ્યુહમને કારણે કોલિકાપુડી શ્રીનિવાસ રાવે તેના માથા પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કર્યું હતું, ત્યારબાદ ડિરેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે. મંગળવારે એટલે કે ૨૬મી ડિસેમ્બરે ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ તે ૨૭મી ડિસેમ્બરે વિજયવાડામાં પોલીસ મહાનિર્દેશકની ઓફિસે પહોંચીને ફરિયાદ કરી હતી.

ડિરેક્ટરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેણે તેના ઠ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાવ ડિરેક્ટરની ફિલ્મ વ્યુહમની ટીકા કરતા જોવા મળે છે અને તેના માથા પર ૧ કરોડ રૂપિયાનું ઈનામ રાખવાની વાત કરે છે. આ પોસ્ટમાં તેણે આંધ્રપ્રદેશ પોલીસને પણ ટેગ કરીને તેને ઓનલાઈન ફરિયાદ તરીકે લેવા વિનંતી કરી હતી. તેણે લખ્યું, કોલિકાપુડી શ્રીનિવાસરાવે મને મારવા માટે ૧ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ચેનલના એક્ધરે ખૂબ જ ચતુરાઈથી તેની મદદ કરી. તેઓએ સાથે મળીને મારી હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બુધવારે અન્ય એક પોસ્ટમાં તેણે તસવીર શેર કરી અને માહિતી આપી કે તેણે એક્ધર અને ચેનલના માલિક શ્રીનિવાસ રાવ વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અમરાવતી જોઈન્ટ એક્શન કમિટીના નેતા શ્રીનિવાસ રાવે ઈમામને આગામી ફિલ્મ વ્યુહમ માટે વર્મા પર હુમલો કરવાની ઓફર કરી હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ (અવિભાજિત) મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી પર આધારિત હોવાનું કહેવાય છે. ટીડીપીએ વિવાદાસ્પદ ફિલ્મમાં નાયડુની છબીને બદનામ કરવાના પ્રયાસનો આરોપ લગાવીને વ્યુહમ વિરુદ્ધ તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ ફિલ્મ ૨૯મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.