
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને અભિનેતા-પ્રોડ્યૂસર જેકી ભગનાની આગામી દિવસોમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ સ્ટાર કપલની લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે રકુલ અને જેકી પોતાના લગ્નને લઈને ગોવા પહોંચી ચૂક્યા છે. જ્યાં તેઓ ૨૧ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપલને ગોવા પહોંચતા જોઈ શકાય છે. આ દરમિયાન રકુલે ઓરેન્જ પેન્ટ્સ અને ઓરેન્જ કલરના કોટ સાથે પિંક કલરની બિકીની બ્લાઉઝ પહેરીને સ્ટાઈલ સ્ટેટમેન્ટ આપ્યું છે. જ્યારે જેકી એક શર્ટ અને પેન્ટમાં કૂલ સ્ટેટમેન્ટ કેરી કરતો જોવા મળ્યો.