મુંબઈ, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી તેમનાં લગ્ન માટે ગોવા પહોંચી ગયાં છે જ્યાં સલામતીની વ્યવસ્થા કરવા માટે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સિક્યૉરિટી ટીમને તેમણે હાયર કરી છે. સાથે જ લગ્નમાં નો ફોન પૉલિસી તેમણે રાખી છે. એટલે કોઈ પણ ફોટો કે પછી વિડિયો શૂટ નહીં કરી શકે. મહેમાનોને પોતાના ફોન સિક્યૉરિટી પાસે જમા કરાવવાના રહેશે. બન્નેની ઇચ્છા છે કે તેઓ નથી ચાહતાં કે તેમના ફોટો વાઇરલ થાય.
લગ્ન થઈ ગયા બાદ તેઓ જાતે સેરેમનીના ફોટો શૅર કરશે. તેમનાં પ્રી-વેડિંગ ફંક્શન પણ ગોવામાં થવાનાં છે. અગાઉ તેઓ વિદેશમાં લગ્ન કરવાનાં હતાં, પરંતુ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વિનંતી કરી કે આપણા દેશમાં લગ્ન કરવામાં આવે. એથી આ બન્નેએ ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેમનાં લગ્નમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર રહે એવી શક્યતા છે.