રક્ષાબંધન પછી ખીણમાં ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા, પાંચ તબક્કામાં યોજાવાની અપેક્ષા; તૈયારીઓ તેજ કરવામાં આવી

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી માટે વહીવટી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રક્ષાબંધન પછી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સૂચિત વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં કરાવવાની યોજના છે. ૨૪ જૂનથી નવી દિલ્હીમાં રાજ્યના માસ્ટર ટ્રેનર્સની ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પછી ૨૦૧૫માં પીડીપી-ભાજપ ગઠબંધનની સરકાર બની હતી, પરંતુ ભાજપ દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે સરકાર જૂન ૨૦૧૮માં પડી ગઈ હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી.

સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સ્તરના ત્રણ માસ્ટર ટ્રેનર્સને ૨૪ થી ૨૬ જૂન દરમિયાન દિલ્હીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ અને નેશનલ માસ્ટર ટ્રેનર તાલીમ આપશે. જેમાં ૨૫ જેટલા માસ્ટર ટ્રેનર્સનો સમાવેશ થશે. તેમને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે.

જોકે, લોક્સભાની ચૂંટણી પહેલા જ તેમને તાલીમ આપવામાં આવી હતી. તે જ સમયે, સૂત્રોનું કહેવું છે કે રક્ષાબંધન પછી તરત જ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે.