નવીદિલ્હી,
રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના રાજૌરીનો પ્રવાસ કરી શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર રાજનાથસિંહ ૨૬ જાન્યુઆરી બાદ રાજૌરી જાય તેવી સંભાવના છે.જ્મ્મુ કાશ્મીરના ભાજપ નેતાઓએ દિલ્હીમાં રાજનાથ સિંહની મુલાકાત કરી હતી અને ભાજપ નેતાઓએ રાજનાથસિંહથી રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ ચર્ચા કરી નેતાઓએ માંગ કરી છે કે રાજૌરીમાં સુરક્ષાની વ્યવસ્થા વધુ યોગ્ય કરવી જોઇએ.
એ યાદ રહે કે તાજેતરમાં રાજૌરીના ડાંગરી ગામમાં આતંકવાદીઓએ હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતાં આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી સાત લોકોને માર્યા ગયા અને અનેક લોકોને ઇજા પહોંચી હતી.સુરક્ષા દળોએ રાજૌરી હુમલાનો બદલો લઇ લીધો છે.સુરક્ષા દળોએ બાલાકોટમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતાં આ બંન્ને રાજૌરી હુુમલામાં સામેલ હતાં બાકીના આતંકીઓની હાલ શોધ ચાલી રહી છે. આશંકા છે કે આતંકીઓને સ્થાનિક લોકોનું સમર્થન મળી રહ્યું છે.