મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નવા મહિનાની શરૂઆત સાથે બેંકની રજાઓની યાદી બહાર પાડે છે. આરબીઆઇ દ્વારા નવા મહિના માટે બેંક હોલિડે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ મહિનામાં દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે ઘણા દિવસોની રજાઓ રહેવાની છે.મહાશિવરાત્રી, હોળી , ગુડ ફ્રાઈડે અને શનિવાર, રવિવારની રજાઓને કારણે માર્ચમાં કુલ ૧૪ દિવસ બેંક બંધ રહેશે. આ રજાઓ વિવિધ રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવે છે.
૧ માર્ચ ૨૦૨૪- છપચાર કુટને કારણે આઈઝોલમાં બેંકોમાં રજા રહી હતી
૩ માર્ચ ૨૦૨૪- રવિવાર
૮ માર્ચ ૨૦૨૪- મહા શિવરાત્રી/ શિવરાત્રીના કારણે અમદાવાદ અને મુંબઈ દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે.
૯ માર્ચ ૨૦૨૪- બીજો શનિવાર
૧૦ માર્ચ ૨૦૨૪- રવિવાર
૧૭ માર્ચ ૨૦૨૪- રવિવાર
૨૨ માર્ચ ૨૦૨૪- બિહાર દિવસના કારણે પટનામાં બેંકો બંધ રહેશે.
૨૩ માર્ચ, ૨૦૨૪- ચોથો શનિવાર
૨૪ માર્ચ ૨૦૨૪- રવિવાર
૨૫ માર્ચ ૨૦૨૪- હોળી/ધુળેટી ના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં બેંકોમાં રજા રહેશે.
૨૬ માર્ચ ૨૦૨૪- ભોપાલ, ઇમ્ફાલ, પટનામાં હોળી અથવા યાઓસાંગ દિવસના કારણે બેંકો બંધ રહેશે.
૨૭ માર્ચ ૨૦૨૪- હોળી પર્વની પટનામાં બેંકો બંધ રહેશે. ૨૯ માર્ચ ૨૦૨૪- ગુડ ફ્રાઈડેના કારણે દેશમાં મોટાભાગના શહેરોમાં રજા રહેશે.