રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક મહામારીની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી છે. વકરતાં કોરોનાની અસર ફરીથી સરકારી ભરતી પર પડી છે. એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જીપીએસસીએ નવી તારીખો જાહેર કરી, વર્ગ 2 અને વર્ગ 3 માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જુનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. વર્ગ1, વર્ગ 2 અને વર્ગ 3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે 21 માર્ચે જીપીએસસી દ્વારા ક્લાસ-1,2ની પરીક્ષા 32 જિલ્લાના 838 કેન્દ્રો પર લેવાઇ હતી. જીપીએસસી પાસેથી મળતી માહિતી પ્રમાણે 45 ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યાં હતા.