રાજ્યપાલની આંખોમાં પણ આંસુ : ગોધરામાં 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે પ્રાર્થનાસભામાં હાજરી આપી

ગોધરા, છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એકવાર ક્રિકેટ અને જિમમાં કસરત કરી ઘરે પરત આવેલા અને વકીલાતની વ્યવસાય સાથે સંકળાયેલા એક 40 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે. જેમાં ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં આવેલા રામેશ્ર્વરનગર ખાતે રહેતા વકીલ અને નોટરીના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશભાઈ મોહનભાઈ માલવીયા અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમનું મોત નિપજ્યું હતું. તેમની પ્રાર્થના સભામાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે હાજરી આપી હતી. તેઓ અવસાન પામેલા વકીલ રાકેશભાઈના કાકા સસરા થાય છે. પ્રાર્થનાસભાનમાં રાજ્યપાલની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર નગર ખાતે રહેતા રાકેશભાઈ મોહનભાઈ માલવીયા ગઈકાલે ગોધરા શહેરના સાયન્સ કોલેજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા બાદ જીમમાં કસરત કરી પરત પોતાના ઘર નીકળ્યા હતા. જ્યાં પોતાની પત્નીને કહ્યું હતું કે, મારે કોફી પીવી છે. જેથી તેમની પત્ની કોફી બનાવવા માટે ઘરમાં ગયા અને તેઓ પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા. પોતાની પત્ની કોફી આપવા માટે તેમના રૂમમાં ગયા ત્યારે પત્નીએ કહ્યું કે, તમે કેમ આમ ઉંધા પડી કસરત કરો છો.

પરંતુ પોતાના પતિ રાકેશભાઈ મોહનભાઈ માલવીયાએ કોઈપણ પ્રકારનો જવાબ ના આપતા તેમની પત્નીએ તાત્કાલિક તેમના શરીરને હલાવવા લાગ્યા અને ડોક્ટર બોલાવી તપાસ કરાવી ત્યારે ડોક્ટરે સલાહ આપી કે, તેમને હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારે ગોધરામાં આવેલી ફકરી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તરત જ કહી દીધું હતું કે, તેઓ આ દુનિયામાં હવે નથી રહ્યા. જેથી પત્ની સહિત પરિવારના સભ્યોએ આવા સમાચાર સંભાળતા ભાંગી પડ્યા હતા. પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો.આજે ગોધરા શહેરના ખાડી ફળિયા ખાતે વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર નગર ખાતે રહેતા રાકેશભાઈ મોહનભાઈ માલવિયા નિધન બાદ પોતાના ઘરે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ રાકેશભાઈ મોહનભાઈ માલવિયા અને પરિવારને સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે કર્ણાટકથી આવેલા રાજ્યપાલ થાવરચંદ ગેહલોત જેવો સ્વર્ગસ્થ રાકેશભાઈ મોહનભાઈ માલવીયાના કાકા સસરા થાય છે. તેઓ આજે રાકેશભાઈ મોહનભાઈ માલવીયાના ઘરે આવ્યા હતા. જ્યાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોદની આંખમાં પણ આંસુ આવી ગયા હતા અને તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.