
લખનૌ,જમીન સંપાદન મામલે રાજ્યપાલને હાજર થવા માટે સમન્સ મોકલવા મામાલે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સમન્સ મોકલનાર એસ ડી એમને અને કોર્ટ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. અત્રે જણાવીએ કે, એસ ડી એમને સ્પેન્ડ કરવાનો આદેશ જિલ્લા મુખ્યાલય ખાતે પહોંચ્યો હતો.
જે સરકારનો આદેશ દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો. કાયદો અને વ્યવસ્થાની અવગણના કરીને બદાયુન જિલ્લાના એસ ડી એમ ન્યાયિક અદાલતમાં ૭ ઓક્ટોમ્બરે બદાયુનના બહેડી ગામ પાસે બાયપાસ પર જમીન પર કરાયેલા દાવા પર પીડબ્યુડીના બદલે રાજ્યપાલના નામે સમન્સ મોકલી દીધો હતો
સમન્સમાં રાજ્યપાલ રાજસ્વની કલમ ૧૪૪ હેઠળ ૧૮ ઓક્ટોમ્બરે કાર્ટમાં હાજર થવાનો સમન્સ આપવામાં આવ્યો હતો. આ સમન્સ ૧૦ ઓક્ટોબરે રાજભવન પહોંચ્યું હતું. આ પછી રાજ્યપાલના વિશેષ સચિવ બ્રદ્રિનાથ સિંહ ૧૬ ઓક્ટોબરે ડીએમ બદાઉનને એક પત્રે લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ બંધારણની કલમ ૩૬૧નું સંપૂર્ણ ઉલ્લંઘન છે. તેમજ જે સામે વાંધો પણ વ્યક્ત કર્યો હતો. આ મામલે ડીએમ અનોજ કુમારને એસડીએમ ન્યાયિક નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ તપાસ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો.
જે બાદ બપોરે સરકારે એસડીએમ ન્યાયિક પ્રક્રિયા આધિન સસ્પેન્ડ કર્યો હતો. આ તરફ ડીએંએ આ કોર્ટમાં અરર્જીક્તા બદનસિંહને તેમના સ્તરથી અરજી ખારીજ કરી દીધી હતી. બદાયુના ડીએમ મનોજ કુમારે કહ્યું કે રાજ્યપાલને સમન્સ મોકલવા મામલે સદર કોર્ટે એસડીએમ કોર્ટ અધિકારી વિનીત કુમારને સસ્પેન્ડનો આદેશ કરાયો છે. આ કોર્ટમાં પેશકારને પણ સસ્પેન્ડનો આદેશ કરાયો છે.