રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળના હોદ્દેદારોની બિન હરીફ વરણી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળની સામાન્યસભા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા મુકામે તા.22-7-2024 નારોજ યોજાઈ. જેમાં મહામંડળના પ્રમુખ તરીકે મિતેશકુમાર વી.મોદી (ગાંધીનગર), મહામંત્રી તરીકે પંકજભાઈ રાજ્યગુરૂ (ભાવનગર) અધ્યક્ષ તરીકે રાજવીરસિંહ ગોહિલ (સુરત) તથા મહીસાગર જીલ્લાના વિનોદભાઈ જે. પટેલ સરસ્વતી વિદ્યાલય દોલતપુરાને ઉપપ્રમુખના હોદ્દા ઉપર સતત ત્રીજીવાર બિનહરીફ વરણી કરાઈ હતી. જેમાં બોર્ડ સદસ્ય મુકેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના 33 જીલ્લાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.