ગાંધીનગર, રાજ્ય સરકારના વર્ગ-૩ના કર્મચારીઓને સરકારે મોટી રાહત આપી છે. તેમના માટે મિલક્તો જાહેર કરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના સારથિ પોર્ટલ પર વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૨૮મી ફેબ્રુઆરીએ કરેલા નિર્ણયનો અમલ કરવા કર્મચારીઓને સૂચના આપી છે. રાજ્ય સરકારના વર્ગ ૩ના કર્મચારીઓએ હવે વર્તમાન નાણાકીય વર્ષથી પોતાની મિલક્ત સંબંધિત વિગતો જાહેર કરવી પડશે.
રાજ્ય સરકારના સારથિ પોર્ટલ પર વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની વિગતો ભરવાનો સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ ૧૫ મે સુધી કામગીરી પૂરી કરવાનો સમય લંબાવવામાં આવ્યો હતો. હવે વર્ગ ૩ના કર્મચારીઓ માટે સમયમર્યાદા લંબાવીને ૧૫ જુલાઈ કરવામાં આવી છે. હવે તેઓ વર્ષ ૨૦૨૩ સુધીની મિલક્તો સારથિ પોર્ટલ પર ભરી શકશે.
રાજ્ય સરકારના વર્ગ ૩ના કર્મચારીઓની મિલક્ત સંબંધિત વિગતો સામાન્ય રીતે તેમના વિભાગ દ્વારા નિયમિત રીતે દસ્તાવેજીકરણ કરવું જરૂરી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આ માહિતી જાહેર કરવામાં આવે છે. તે કર્મચારીઓના નિવેદનના આધારે કરાય છે.
આ દસ્તાવેજીકરણનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને અટકાવવાનો અને પારદર્શક્તા જાળવવાનો છે. આ દસ્તાવેજીકરણમાં નીચેની વિગતો સામેલ હોઈ શકે છે. કર્મચારીની સંપત્તિની માહિતી જેવી કે જમીન, મકાનનો સમાવેશ થાય છે. બેક્ધ ખાતાની વિગતોનો સમાવેશ થાય છે. રોકાણ અને સંગ્રહની માહિતી આપવાની હોય છે. કોઈપણ આથક દેવુ અથવા લોનનો સમાવેશ થાય છે. આ વિગતો અનિવાર્ય રીતે રાજ્ય સરકારના નિયામક વિભાગને દર વર્ષે સુપ્રદ કરવી પડતી હોય છે.