રાજ્ય સરકારના રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત “જીલ્લા કક્ષા યોગસન તાલીમ શિબિર” યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્ર્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મહીસાગર દ્વારા સંચાલિત પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે જીલ્લા કક્ષા યોગસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં પ્રત્યેક જીલ્લાના યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે જીલ્લા કક્ષા યોગસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓમાં યુવક યુવતિઓમાટે શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં યોગ પ્રથાનું પ્રદાન વિશિષ્ઠ છે.

યોગાસનો દ્વારા યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તેમનું સ્વાસ્થ્ય સુધરે તેમજ રોગ નિવારણ કરી શકાય તે હેતુથી તાલીમ આપવાના હેતુથી પ્રતિ વર્ષ રાજ્યના દરેક જીલ્લામાં જીલ્લાકક્ષા યોગાસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવે છે. જીલ્લામાંથી કુલ 30 યુવક – યુવતિઓની પસંદગી કરી, 7 દિવસ માટે નિવાસી શિબિરનું આયોજન કરવાનું હોય, તા.11/07/2024 સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના ચાલુ દીવસોમાં સાદા કાગળમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મહીસાગર જીલ્લા સેવા સદન રૂમ નં-212 બીજો માળ લુણાવાડા જી-મહીસાગર ખાતે જમાં કરવાના રહેશે. તા.11/07/2024 પછી આવનાર ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.