રાજ્યસભામાં એનડીએ નબળું પડ્યું,એનડીએના કુલ ૧૦૧ સભ્યો

રાજ્યસભામાં સત્તાધારી એનડીએની તાકાત હવે ઘટી ગઈ છે. ભાજપનો ભાગ રહી ચૂકેલા ચાર નોમિનેટેડ સભ્યો ૧૩ જુલાઈના રોજ રિટાયર થયા. તેનાથી ભાજપની સંખ્યા ઘટીને ૮૬ પર આવી ગઈ. ઉપલા ગૃહમાં એનડીએના કુલ ૧૦૧ સભ્યો છે. ૧૯ સીટો ખાલી થવાના કારણે મહત્તમ ૨૪૫ સીટોવાળી રાજ્યસભામાં હજુ પણ ૨૨૬ સભ્ય છે એટલે કે બહુમત માટે ૧૧૪ સભ્યોનું સમર્થન જોઈએ.

રાજ્યસભામાં મહત્તમ ૨૪૫ સભ્યો હોઈ શકે છે. જો કે હાલ સદનમાં ૨૨૬ સભ્યો છે. જેમાંથી સત્તાધારી એનડીએના ૧૦૧ સભ્યો છે. જ્યારે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનન ૮૭ સભ્યો છે. ૨૯ સભ્યો એવા છે જે ન તો સત્તા પક્ષનો ભાગ છે ન તો વિપક્ષનો. બે અપક્ષ અને સાત નોમિનેટેડ સભ્યો છે. રજ્યસભામાં બહુમતનો આંકડો ૧૧૪ છે. કોઈ બિલ પાસ કરાવવા માટે દ્ગડ્ઢછ ને અપક્ષો અને નોમિનેટેડ સભ્યોનું સમર્થન મળશે. જેનાથી ગઠબંધનનો આંકડો ૧૧૦ સુધી પહોંચી જશે. આગામી બજેટ સત્રમાં એનડીએને એઆઇએડીએમકે અને વાયએસઆરસીપી જેવી મિત્ર પાર્ટીઓના સમર્થનની પણ જરૂર રહેશે.

સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ ૧૨ સભ્યોને રાજ્યસભા માટે નોમિનેટ કરે છે. હાલના નોમિનેટ સભ્યોમાં સાત લોકોએ પોતાને બિન પક્ષીય રાખ્યા છે એટલે કે તેઓ ભાજપનો ભાગ નથી. જો કે કોઈ કાયદા માટે મતદાન દરમિયાન તેઓ સરકારના પક્ષમાં મતદાન કરે છે. શનિવારે રિટાયર થનારા સભ્યોમાં રાકેશ સિન્હા, રામ શકલ, સોનલ માનસિંહ, મહેશ જેઠમલાણી છે. રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ આ તમામ સભ્યો ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. નોમિનેટ સભ્યોમાં વધુ એક ગુલામ અલી છે જે ભાજપનો ભાગ છે. તેઓ સપ્ટેમ્બર ૨૦૨૮માં રિટાયર થશે.

હાલ રાજ્યસભામાં ૧૯ બેઠકો ખાલી છે. જેમાં જમ્મુ અને કાશ્મીર તથા નોમિનેટેડ શ્રેણીમાંથી ચાર-ચાર અને આઠ વિવિધ રાજ્યોમાંથી ૧૧ (અસમ, બિહાર અને મહારાષ્ટ્રમાંથી ૨-૨ તથા હરિયાણા, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાંથી એક એક). આ ૧૧ સીટોમાંથી ૧૦ સીટો ગત મહિને સભ્યો લોક્સભામાં ચૂંટાઈ આવવાથી ખાલી પડી છે. એકના ખાલી થવાનું કારણ ભારત રાષ્ટ્ર સમિતિના સભ્ય કેશવરાવનું રાજીનામું હતું. રાવ બાદમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

આવનારા મહિનાઓમાં આ ૧૧ સીટો પર ચૂંટમી થવાથી કદાચ એનડીએને ૮ સીટો અને ઈન્ડિયા બ્લોકને ૩ સીટો મળશે. જેમાંથી તેલંગણાથી કોંગ્રેસને મળનારી એક સીટ પણ સામેલ છે. જેનાથી પાર્ટીની સંખ્યા ૨૭ થશે. રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ યથાવત રાખવા માટે જરૂરી સીટોથી તે બે વધુ છે.