રાજ્યના વિવિધ જીલ્લામાં ધાડના ગુનામાં 23 વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ સ્કોર્ડે ઝડપ્યો

દાહોદ જીલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશન, છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હાઓમાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપી તથા સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા ઈનામી આરોપી મળી કુલ 02 આરોપીઓને પેરોલ ફ્લો સ્કોર્ડ, દાહોદની ટીમે તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે પેરોલ ફ્લો સ્કોર્ડ, દાહોદને મળેલ બાતમીના આધારે દાહોદ જીલ્લાના લીમખેડા પોલૂીસ સ્ટેશન, છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હાઓમાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપી તથા સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા ઈનામી આરોપી મળી કુલ 02 આરોપીઓ જેમાં રમેશભાઈ રામચંદભાઈ વસુનીયા (રહે. સાલકીયા, કોટવાળ ફળિયા, તા.જી.ઝાબુઆ, મધ્યપ્રદેશ) અને ચેનસીગ ઉર્ફે સીનુ જામસીગ ઉર્ફે જામાભાઈ વસુનીયા (સાલકીયા, કોટવાળ ફળિયા, તા.જી.ઝાબુઆ, મધ્યપ્રદેશ) નાઓને દાહોદ જીલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં. આ સંબંધે પેરોલ ફ્લો સ્કોર્ડ, દાહોદ દ્વારા ગુનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.