ગાંધીનગર, ગુજરાત સરકાર દિવાળી પૂર્વે એક પછી એક મહત્વની જાહેરાત કરી રહી છે. પહેલા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યા પછી હવે સરકારે દિવાળી પૂર્વે જ બોર્ડ-નિગમના કર્મચારીઓના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબના ભથ્થા આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે બોર્ડ-નિગમના કર્મચારીઓનું પગારધોરણે હવે સાતમા પગારપંચ મુજબ થઈ જશે. પણ આ પગારવધારો એમને એમ મળવાનો નથી, તે નિયમોને આધીન છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ પણ પગાર વધારાની આશા લગાવીને બેઠા છે. રાજ્ય સરકારે બોર્ડનિગમોમાં પગારવધારાની જાહેરાત કરી સાતમા પગારપંચ મુજબ આપવાનો નિર્ણય લીધો તેના પગલે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ આશા બંધાઈ છે.
આ નિર્ણયના પગલે ઘરભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નાણા વિભાગ અમુક શરતોને આધીન બોર્ડનિગમના કર્મચારીઓને આ લાભ આપશે. આ સિવાય રાજ્ય સરકારના ખોટ કરતા નિગમના કર્મચારોને વધારાનો લાભ નહીં મળે તેવી સ્પષ્ટતા પણ સરકારે કરી દીધી છે. બીજા શબ્દોમાં કહે તો સ્પષ્ટપણે નોન-પર્ફોર્મરો ને લાભ નહીં મળે..
રાજ્ય સરકારે આ પગારવધારો નાણા વિભાગ સાથે સલાહમસલત કરી આપ્યો છે. આ પગારવધારો પણ પાછો એમને એમ મળ્યો નથી, પણ શરતોને આધીન છે. આ શરતો પૂરી કરનારા બોર્ડ-નિગમોને જ તેનો લાભ મળશે.
રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચ હેઠળ જે જાહેર સાહસોમાં ઘરભાડાં ભથ્થાં, વળતર ભથ્થાં, તબીબી ભથ્થાં ને પરિવહન ભથ્થાનો લાભ ગુજરાતના જાહેર સેવા નિયમો ૨૦૨૨ને આધીન રહીને આવામાં આવતો હશે તેવા જાહેર સાહસોને જ આ ભથ્થા મળવાપાત્ર હશે. બોર્ડ-નિગમોએ પણ તેમની બેઠકમાં આ પગારપંચના અમલીકરણ માટે જરૂરી ઠરાવ પસાર કરવો પડશે. તેની સાથે તેનો અમલ કરતા હોવાની નાણા વિભાગને જાણ કરવી પડશે.