રાજ્યના અંત્યોદય,બી.પી.એલ,NFSA રેશનકાર્ડ ધારકોને વર્ષ 2024-25ના તહેવારો દરમ્યાન ખાંડ, સીંગતેલ, તુવેરદાળનું વધારાનું રાશન વિતરણ કરાશે

અત્રેના પંચમહાલ જીલ્લામાં ઓગસ્ટ-2024 ચાલુ માસમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અંત્યોદય,બી.પી.એલ તથા NFSA કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને સરકાર ધ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે. NFSA રેશનકાર્ડ ધરાવતાં કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિગ્રા ઘઉં, 2 કિગ્રા ચોખા તથા 1 કિગ્રા બાજરી વિનામુલ્યે તથા અંત્યોદય રેશનકાર્ડ ધરાવતાં કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિગ્રા,ચોખા 15 કિગ્રા તથા બાજરી 5 કિગ્રા એમ કુલ-35 કિગ્રા અનાજનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત રાષ્ટીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે 1 (એક) લીટર સીંગતેલના પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. ખાંડ નિયમિત બીપીએલ કુટુંબોને વ્યક્તિદીઠ 0.350 ગ્રામ મુજબ પ્રતિ કિલોના રૂપિયા 22/-, ખાંડ નિયમિત અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિગ્રા રૂપિયા 15/-,ત્રણથી વધુ જનસંખ્યા ધરાવતાં કાર્ડધારકોને વ્યક્તિદીઠ 0.350 ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોના રૂપિયા 15/- મુજબ ખાંડનું વિતરણ કરાશે. આ નિયમિત જથ્થા ઉપરાંત તહેવાર નિમિત્તે અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ ખાંડ 1-કિગ્રા પ્રતિ કિલો રૂપિયા 15/- તથા બીપીએલ રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ ખાંડ 1-કિગ્રા પ્રતિ કિલો રૂપિયા 22/- મુજબ વિતરણ કરાશે.

આ ઉપરાંત અંત્યોદય, NFSA તથા બીપીએલ રેશનકાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડદીઠ એક લીટર સીંગતેલ રૂપિયા 100/-, 1 (એક) કિલો ચણા રૂપિયા 30/-, 1(કિલો) તુવેરદાળ રૂપિયા 50/- તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠુ 1(એક) કિગ્રા 1/- રૂપિયામાં વિતરણ કરાશે.તમામ રેશનકાર્ડ ધારકોએ તેઓને મળવાપાત્ર જથ્થો જન્માષ્ટમી પહેલાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી લેવો તેમ પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર,પંચમહાલ-ગોધરા એચ. ટી. મકવાણાએ એક યાદીમાં જણાવ્યું છે.