
- મુલાકાત દરમિયાન દફતર તપાસણી કરી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.
ખેડા જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલ સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા એ લીંબાસી સેવા સહકારી મંડળી અને લીંબાસી અર્બન કો.ઓપરેટીવ બેંકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ દફતર તપાસણી કરી વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ હતું. મંત્રીએ આ પ્રંસંગે લીંબાસી સહકારી મંડળીમાં ખાતર સહિતની વસ્તુઓનું નિરિક્ષણ કર્યુ હતું અને દફતર તપાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મંત્રીએ લીંબાસી અર્બન કો.ઓપરેટીવ બેંકની મુલાકાત લઈ કામગીરીનુ નિરિક્ષણ કર્યું હતું. મંત્રીએ સહકારી મંડળી અને સહકારી બેન્કના હોદ્દેદારો અને કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી માર્ગદર્શક સુચનો કર્યા હતા.
