રાજ્યમાં વીજ કરંટથી વધુ ૨ લોકોના મોત, યુવતીનું શંકાસ્પદ મોત

ગુજરાતમાં વીજકરંટથી વધુ ૨ લોકોના મોત થયા છે. પાટણમાં શ્રમિકનું અને રાજકોટમાં એક યુવતીનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. પાટણમાં હારીજની કોલેજમાં કામગીરી દરમ્યાન શ્રમિકનું મોત નિપજયું. હારીજ આઇટીઆઇની કોલેજમા થાંભાલાને કલર કરતા શ્રમિકને કરંટ લાગ્યો હતો. કોલેજમાં શ્રમિક કામ કરતો હતો ત્યારે વીજ લાઈનને સીડી અડતા કરંટ લાગ્યો. આ શ્રમિક કોલેજમાં કલકરકામ કરી રહ્યો હતો દરમ્યાન વીજ કરંટ લાગતા કલરકામ કરી રહેલ શ્રમિકનું મોત નિપજયું.

વીજ કરંટ લાગવાથી મોત થવાના અન્ય એક કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો. આ કિસ્સામાં એક યુવતી વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામી. નાનામૌવા રોડ પર વીજકરંટ લાગવાથી યુવતની મોત થયું હતું. જો કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુવતની મોત શંકાસ્પદ લાગતા ફરિયાદ થઈ છે. અને આ ફરિયાદમાં તપાસનો રેલો મંત્રા એડ એજન્સી સુધી પહોંચ્યો છે. પોલીસ એફએસએલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કવાયત શરૂ કરી છે. તપાસમાં મનપાના અધિકારી-કર્મચારીઓના નિવેદન બાદ તપાસ તેજ કરશે. અધિકારીઓના નિવેદન લઈને એડ એજન્સી સામે ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે.