રાજ્યમાં વરસાદના પગલે ૬૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ

રાજ્યમાં વરસાદના પગલે ૬૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ૨ સ્ટેટ હાઇવે, ૫૭ પંચાયત હસ્તકના અને ૮ અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. પોરબંદર જિલ્લામાં ૨૨ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા તથા જુનાગઢ જિલ્લામાં ૨૦ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.

સુરત જિલ્લામાં ૮ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈ અમુક રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ગઇકાલે ૧૦૩ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. પોરબંદર જિલ્લામાં ૧૩ રસ્તાઓ બંધ તો નવસારી જિલ્લામાં ૧૦ રસ્તાઓ બંધ કરાયા હતા. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનારાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણીના ભરાવાની સ્થિતિનું નિર્માણ થયુ છે. નવસારી શહેર-જિલ્લામાં પણ અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

આ સિવાય ઉપરવાસમાં સતત વરસાદને પગલે જિલ્લામાં ૧૨ અલગ-અલગ રસ્તા ઉપર પાણી ફરી વળતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય બિલીમોરામાં દિવાલ તૂટી પડતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે બે બાઈક ચગદાઈ ગઈ હતી. સૌથી વધારે મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં ૯ એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં ૬ એમએમ વરસાદ નોંધાયો હતો.