રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અમદાવાદ ,સાબરકાંઠા સહિતના જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાયા,ખેડા અને ડાકોરમાં માવઠું

  • આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે.

અમદાવાદ,

રાજ્યના હવામાનમાં બે દિવસથી પલટો આવ્યો છે અને તેના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ તેમજ ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ તો ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ વાદળ હટી જતા ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. તો મય ગુજરાતમાં ડાકોર અને ખેડામાં માવઠું થયું છે તેને પરિણામે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

હાલમાં શાકભાજી સહિત જે ધાન્ય પાકો વાવેલા છે તેમાંથી રાજગરો, રાઈડો, તેમજ લીલા શાકભાજીની ઉપજને આ માવઠાથી નુક્સાનની શક્યતા છે જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તેમજ આગામી બે દિવસ વાદળ છાયું વાતાવરણ જોવા મળશે. તો આણંદમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી ૨૧ અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન ૨૮ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી રહેશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહેશે.