રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત,૮ શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નીચે

અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમાં ૮ શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નીચે છે. તથા તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી ઓછુ નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં ૧૨.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી તાપમાન છે.રાજકોટમાં ૧૧.૯ ડિગ્રી, કેશોદમાં ૧૨.૩ ડિગ્રી તાપમાન રાજકોટમાં ૧૧.૯ ડિગ્રી, કેશોદમાં ૧૨.૩ ડિગ્રી તાપમાન, ડીસામાં ૧૨.૭ ડિગ્રી, પોરબંદરમાં ૧૫ ડિગ્રી તાપમાન છે.

છેલ્લા ત્રણ દિવસથી ફરી એકવાર લોકોએ ગરમ વોનો સહારો લેવો પડયો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય કરતા ૩.૨ ડિગ્રી તાપમાન નીચું રહેતા મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.અમદાવાદના તાપમાનમાં માત્ર ૩ દિવસમાં જ ૭.૬ ડિગ્રી પારો ગગડતા લઘુત્તમ તાપમાન ૧૨.૧ ડિગ્રી થઈ ગયું છે. રવિવારે રાજ્યના કુલ ૮ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે આવતા ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે.

હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ સૌથી ઓછું ૧૦ ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. આ સિવાય અમદાવાદમાં ૧૨.૧ ડિગ્રી, ડીસામાં ૧૨.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૯ ડિગ્રી, દીવમાં ૧૩.૪ ડિગ્રી, મહુવામાં ૧૩.૧ અને કેશોદમાં ૧૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વિસ્તારોમાં શિયાળાની ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે.