રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે

શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વના સમાચાર. ગુજરાતમાં હજુ પણ ઢગલાબંધ શાળાઓમાં શિક્ષકોની ખોટ પડી રહી છે. ત્યારે આ ખોટને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બહાર પડી છે શિક્ષકોની ભરતી. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં શિક્ષણ વિભાગ આ વર્ષે પણ જ્ઞાન સહાયકની ભરતી કરશે.

ગુજરાત સરકાર ફરી એકવાર કરશે જ્ઞાન સહાયકોની ભરતી. આ ભરતી માટેનું સંપૂર્ણ માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલે જ આ ભરતે સંદર્ભે જાહેરાત પણ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતની માયમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની કરાશે ૧૧ માસ ના કરતા આધારિત ભરતી કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડવામાં આવી છે. આગામી ૨૭ જુલાઈ થી ૫ ઓગસ્ટ સુધી ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. મેરીટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાશે જ્ઞાન સહાયકની કરાશે ભરતી.