અમદાવાદ,
નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં આગામી ૫ દિવસ ઠંડીનું પ્રમાણ વધશે. તેમજ રાત્રે કેટલાક શહેરોમાં ઠંડીનો પારો નીચો જવાની વકી છે. રાજ્યમાં નવા વર્ષના આરંભે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે કચ્છના નલિયામાં ઓછું તાપમાન નોંધાતું હોય છે પરંતુ બનાસકાંઠા અને તેના ડીસા શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૯ ડિગ્રી સુધી ગગડે તેવી વકી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાત્રિના તાપમાનનો પારો નીચો જશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે નવા વર્ષની સાથે જ દિલ્લી અને ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શિયાળાનો બરાબર અનુભવ થઈ રહ્યો છે.
દિલ્લી અને ઉત્તર ભારતવાસીઓને હજી પણ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. દિલ્લી-એનસીઆરમાં ભારે ઠંડી અને ધુમ્મસને કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.૪ દિવસ દિલ્લી-એનસીઆરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હજી પણ દિલ્લીમાં તાપમાનનો પારો નીચે ગગડી શકે છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી સાથે ભારે ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન અને બિહારમાં શીતલહેર રહેશે.શીતલહેરને કારણે જીનજીવન પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી ૧૪ અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અનુભવાશે.
જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૦૯ ડિગ્રીએ પહોચવાની વકી છે આથી રાત્રે અહીં કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અનુભવાશે. દાહોદમાં મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન ૧૨ ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૧૪ ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી રહેશે.