ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા,માં મળેલી કેબિનેટ સદંર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના સનિષ્ઠ પ્રયાસોથી ગુજરાતઔધોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. છેલ્લા ઘણાંય સમયથી રાજ્યમાં એમએસએમઇ ઉદ્યોગ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આજે રાજ્યમાં સૂક્ષ્મ,લધુ અને મયમ ઉદ્યોગમાં પણ લોકો જોડાઇ રહ્યાં છે.
વધુ વિગતો આપતા મંત્રીશ્રી એ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ગુજરાતમાં ૬,૨૯,૧૦૩ નવા એમએસએમઇ એકમો નોંધાયેલા છે. તા.૨૫/૦૭/૨૦૨૪ની સ્થિતિએ ગુજરાતમાં ૧૯,૬૩,૦૫૦ એમએસએમઇ એકમોની નોંધણી થયેલ છે. જેમાં ૧૮,૭૩,૦૨૯ સૂક્ષ્મ, ૮૧,૫૭૩ લઘુ તથા ૮,૪૪૮ મયમ ઉદ્યોગોન નોંધાયેલા છે. “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં” અગ્ર હરોળમાં ગુજરાત સ્થાન ધરાવતું હોવાથી રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં એમએસએમઇ ઉદ્યોગની નોંધણી થઇ છે .છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા એમએસએમઇ એકમો ૧૯,૬૩,૦૫૦ ની સામે ૪૮૬૧ એકમો જ રદ થયા છે. જે નોંધાયેલ એકમોના માત્ર ૦.૨૪% એકમો છે.
રજીસ્ટ્રેશનનું ડુબ્લિકેશન થવાથી નવું ઉદ્યમ મેળવવા જૂના ઉદ્યમને રદ કરવામાં આવે છે.એકમની માલિકીમાં ફેરફાર થવાથી , એકમનાં બંધારણમાં ફેરફાર જેવા કે, પ્રોપરાઇટશીપ માથી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી માથી પ્રાઇવેટ લિમિટેડ કંપની વગેરે એને એમએસએમઇ એકમો માંથી લાર્જ એકમોમાં રૂપાંતર થવાથી જૂના ઉદ્યમને રદ કરવામાં આવ્યા હોવાનું કારણ છે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.