રાજ્યમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે

નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનો પાયલોટ બનીને રોજગારી મેળવી શકે તે આશયથીરાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે આગામી સમયમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.

વિધાનસભા ખાતે રાજ્યમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અંગેના પ્રશ્ર્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર હસ્તકની હવાઈપટ્ટીઓ ખાતે ટેન્ડર પદ્ધતિથી ૧૫૦૦ ચો.મી જગ્યા ફાળવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૪ વિદ્યાર્થીઓ દ્વારા મહેસાણા પટ્ટી ખાતે તાલીમ મેળવી છે જે પૈકી ૧૨૭ વિદ્યાર્થીઓને પાયલોટ માટેનું કૉમર્શિઅલ લાઇસન્સ પર મેળવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.