રાજયમાં લોકોના આરોગ્ય માટે જોખમી ૩૯૪ દવાની પ્રોડકટ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ,\ દવાના ઉત્પાદકો વેચાણ વધારવા અવનવા મોલેકયુલનાં કોમ્બીનેશન બનાવી માર્કેટમાં દવા મુક્તા હોય છે અને માત્ર માર્કેટીંગના આધારે દવાનું ધુમ વેચાણ કરતા હોય છે. ગુજરાત સરકારે આરોગ્ય માટે જોખમી એવી ૩૯૪ દવા ઉપર રોક લગાવી દીધી છે. તે માટે ૧૬૮ ઉત્પાદકોને નોટીસ મોકલી છે. ખાસ કરીને શરદી, કફ, દમ,ખેંચ, ઉધરસ, દુખાવો વગેરે બિમારી માટે આ દવાઓનું વેંચાણ થતુ હતું.

કેટલાંક કોમ્બીનેશન તો ૧૫ થી ૨૦ વર્ષ જુના હોવાનૂં સામે આવ્યુ છે. એટલુ જ નહિં રોક લગાવેલી ૩૯૪ દવા પૈકી ૫૦ ટકા દવાને એક્સપોર્ટ કરવાની મંજુરી પ્રાપ્ત હતી. પેરાસીટામોલ , એમોક્સિસીલીન નિમેસુલાઈડ જેવી દવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એલોપથીક દવાનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોની સંખ્યા ૩,૭૩૨ છે તેઓ કુલ ૬.૩૮ લાખ વિવિધ પ્રોડકટ બનાવે છે. ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન દ્વારા ૧૪ પ્રકારનાં વિવિધ કોમ્બીનેશન ધરાવતી દવાને માર્કેટમાંથી બંધ કરવા આદેશ કર્યો છે.