રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો ભયજનક સ્થિતિમાં છે. સમગ્ર રાજ્યમાં ૨૯ હજાર મકાનો ભયજનક છે. અમદાવાદમાં ૧૧ હજાર મકાનને નોટિસ પાઠવવામાં આવી છે. મકાન માલિકોને મકાન રિપેર કરવા અથવા ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. ચોમાસામાં આ મકાનો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે. કોઈપણ દુર્ઘટના બને તો તેના માટે મકાનમાલિક જવાબદાર ગણવામાં આવે છે.
આ બતાવે છે કે રાજ્યમાં ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના રાહ જોઈ રહી છે. કોર્પોરેશનોએ નોટિસ પાઠવીને સંતોષ માની લીધો છે. હવે ચોમાસામાં કોઈ મકાન તો રીપેર કરાવવાનું જ નહીં ને. આ સંજોગોમાં ચોમાસામાં મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે તે સવાલ પૂછવામાં આવી રહ્યો છે.