રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ૪૧થી ૪૩ ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા

અમદાવાદ, ગરમી વધતા અમદાવાદમાં ૨ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજે અને કાલે ૪૧થી ૪૩ ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં ગરમીનો પારો ૪૧.૩ ડિગ્રીએ પહોંચ્યો હતો.શહેરમાં ૧૫ દિવસમાં ૩૨૩૦ લોકોને હિટસ્ટ્રોકની અસર થઈ છે. તેમજ ગઇકાલે સિઝનનું બીજું સૌથી ઊંચુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. તથા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.

અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે. તેમજ ડીસામાં ૩૯.૮ ડિગ્રી તથા ગાંધીનગરમાં ૩૯.૮ જ્યારે વડોદરામાં ૪૨ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. સુરત ૪૦ અને વલસાડમાં ૪૧.૨ ડિગ્રી સાથે પોરબંદર ૪૧.૩ અને રાજકોટ ૪૧.૫ ડિગ્રી તથા કેશોદમાં ૪૧.૨ જ્યારે મહુવામાં ૪૩ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મંગળવારે ગુજરાતનાં ૯ શહેરમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહુવામાં ૪૩ ડિગ્રી તાપમાન થતાં લોકો ગરમીમાં શેકાયા હતાં.

અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૩ ડિગ્રી થતાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ૯ શહેરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર જતા યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સિવાય વડોદરામાં ૪૨ ડિગ્રી, વલસાડમાં ૪૧.૨ ડિગ્રી, અમરેલીમાં ૪૧.૮ ડિગ્રી, પોરબંદરમાં ૪૧.૩ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી, મહુવામાં ૪૩ અને કેશોદમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.