ગાંધીનગર, રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલ વરસાદની વાત કરીએ તો કુલ ૨૦૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ નવ ઇચ વરસાદ પડયો છે તો કપરાડા પારડી અને નવસારીના ખેરગામમાં આઠ ઇચ વરસાદ ખાબકયો છે.
રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી સત વરસાદ પડી રહ્યો છે જેને કારણે સામાન્ય જનજીવનને અસર પડી છે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પુર આવ્યા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં સૌથી વધુ નવ ઇચ વરસાદ પડયો છે તો કપરાજા પારડી અને નવસારીના ખેરગામમાં આઠ ઇચ વરસાદ ખાબકયો છે જુનાગઢના વિસાવદરમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૭.૫ ઇચ વરસાદ પડયો છે આ ઉપરાંત ભરૂચ છોટાઉદેપુર અને અંકલેશ્ર્વરમાં ૪.૫ ઇચ વરસાદ ખાબકયો છે તો અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાઇ છે રાજકોટના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. મોજ ડેમ ઓવરફલો થતાં ૨૮ દરવાજા ખોલાયા છે જયારે ભારે વરસાદને કારણે ખેતરોમાં ભારે નુકસાન થયું છે.
આ બાજુ ભારે વરસાદના પગલે જૂનાગઢમાં કોઝવે ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે.જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબકતા સાબલી અને ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતાં જેને કારણે કોઝવે ધરાશાયી થયો છે.
રાજકોટના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાઇ છે જીલ્લાના ગઢળા ગાામે આવેલો કોઝવે ધોવાયો છે કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે આ સાથે જ મોજ ડેમ ઓવરફલો થતા ૨૮ દરવાજા ખોલાયા છે